ચોરાવ મોટરસાયકલ સાથે રાજકોટના શખ્સને ઝડપી લેતી મોરબી એસઓજી

- text


મોરબી : મોરબી એસઓજી પોલીસે રાજકોટથી ચરાયેલા મોટર સાયકલ સાથે નીકળેલા રાજકોટના યુવકને મોરબીમાંથી ઝડપી લઇ બી ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો.
જિલ્લા પોલીસવડા મોરબીની સૂચના મુજબ એસઓજી પીઆઇ આર.ટી.વ્યાસ અને તેમની ટીમ દ્વારા વણશોધાયેલા ગુન્હા શોધી કાઢવા કરાયેલી કામગીરી અન્વયે શંકાસ્પદ હાલમાં નીકળેલા શખ્સને અટકાવતા રાજકોટ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાયેલ ગુન્હા મુજબના ચોરાવ મોટર સાયકલ સાથે નીકળેલા આરોપી નરેન્દ્ર ઉર્ફે લાલો જગદીશ રાઠોડ જાતે કડિયા (ઉ.વ.૨૮) રહે.મોરબી રોડ જકાત નાકા,ગાયત્રી પાર્ક રાજકોટ વાળાને ઝડપી લઈ એસઓજી પો.હેડ કોન્સ્ટેબલ ફારૂકભાઈ પટેલે મોરબી બી ડિવિઝન પોલીસ હવાલે કર્યો હતો.

- text

મોટર સાયકલ ચોરીના ગુન્હાનો ભેદ ખોલવાની આ સફળ કામગીરી એસઓજી ટીમના હેડ કોન્સ્ટેબલ શંકરભાઇ ડોડીયા,કિશોરભાઈ મકવાણા,જયપાલસિંહ ઝાલા,પોલીસ કોન્સ્ટેબલ એ.પી.જાડેજા,ભરતસિંહ ડાભી તથા વિજયભાઈ ખીમણિયાએ કરી હતી

- text