વરસાદ બ્રેકીંગ : ટંકારા કોઝવે માં 2 કાર ફસાઈ : રેસ્ક્યુ ટિમ સ્થળ પર જવા રવાના

ટંકારા : મોરબી જિલ્લામાં સવારથી મુશળધાર વરસાદ છે. જેમાં ટંકારામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. ટંકારામાં માત્ર ત્રણ કલાકમાં 7 ઇંચથી વધુ વરસાદના પગલે પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. ટંકારામાંથી મળતી વિગતિ મુજબ ટંકારાના 50 ટકા વિસ્તારોમા પાણી ભરાયા છે. તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ લોકોની મદદે ખડે પગે કામે લાગી છે. અત્યર સુધીમા 100થી વધુ લોકોનું સ્થાનાંતર કરવામાં આવ્યું છે. જયારે ટંકારાના ખાખરા થી થોરિયાની વચ્ચેના કોઝવેમાં 2 કાર ફસાયાની વિગતો મળી છે. જેમાં 2 ફસાયેલા લોકોને બચવા રેસ્ક્યુ ટિમ રવાના કરવામાં આવી હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે. જયારે હડમતીયા સહિતના ગામોના તળાવો છલકાઈને ઓવરફ્લો થવાની તૈયારીમાં હોવાની વિગતો મળી છે. હાલતો મોરબી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ટંકારા પહોંચી સમગ્ર તંત્રને હાઈ એલર્ટ કરી કામે લગાડ્યું છે.