વાઈબ્રન્ટ સિરામિક એક્ષ્પોમા આર્કિટેક્ટ એસોશિયેશન હાજરી આપશે

દેશભરનાં આશરે ૨૦૦ જેટલા આર્કિટેક્ટ ડેલીગેશન સાથે સિરામિક એક્ષ્પો ૨૦૧૭નો ભાગ બનશે

મોરબી : The Indian Institute of Architect – Northern Chapter ના ચેરમેન શ્રી શમિત મનચંદા સાથે દિલ્હી ખાતે મોરબી સિરામિક એસો.ની સફળ મિટિંગ યોજાઈ હતી. જેમાં વાઈબ્રન્ટ સિરામિક એક્ષ્પો 2017ના આયોજક ઓક્ટાગોન કોમ્યુનિકેશનના સીઈઓ સંદિપ પટેલે શ્રી શમિત મનચંદા સાથે મુલાકાત કરી એક્સપોની સંપૂર્ણ માહિતી આપી હતી જેની સામે The Indian Institute of Architect – Northern Chapter ના ચેરમેન શ્રી શમિત મનચંદાએ જણાવ્યું હતું કે આર્કિટેક્ટ એસોશિયેશનના પંજાબ, દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ- કાશ્મીર ખાતેના અંદાજે ૨૦૦થી વધુ સભ્યોનું delegation નવેમ્બર વાઈબ્રન્ટ સિરા.એક્ષ્પોમાં હાજરી આપશે. જેમાં દરેક રાજ્યના ટોપ 10 આર્કિટેક્ટ સામેલ હશે. તા. ૧૮ અને ૧૯ નવેમ્બર, બે દિવસ માટે આર્કિટેક્ટ એસોશિયેશન Vibrant Ceramics 2017ની મુલાકાત લેશે.⁠ મોરબી સિરામક એસોસિયેશનના પ્રમુખ કે.જી.કુંડારીયાએ આ મિટિંગને સફળ ગણાવી ૨૦૦થી વધુ આર્કિટેક્ટની હાજરીની ખાત્રીને આવકારી હતી.