યુએઈમાં બાંધકામ ક્ષેત્રે તેજી : મોરબી સિરામિક ઉદ્યોગ માટે અલભ્ય તકો

- text


યુએઈની ટાઈલ્સની જરૂરિયાત ૨૦૨૦ સુધીમાં ૭૦ ટકા જેટલી વધશે

મોરબીના વાઈબ્રન્ટ સિરમિક એક્સ્પો – ૨૦૧૭નાં યુએઈ અને દુબઈના પ્રચારમાં જોવા મળી મોરબીના સિરામિક માટે ઉજળી તકો

મોરબી : મોરબી સિરામિક એસો. તથા ઓકટાગોન કોમ્યુનિકેશન પ્રા.લિ નાં સંયુક્ત પ્રયાસથી ડિસેમ્બર ૨૦૧૬માં પ્રથમ ઐતિહાસિક વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પો સમીટનું અભૂતપૂર્વ આયોજન થયેલું હતું. આ આયોજનની જ્વલંત સફળતાથી પ્રેરાય ચાલુ વર્ષનાં નવેમ્બર મહિનાની ૧૪થી ૧૯ તારીખ દરમિયાન ગત વર્ષ કરતાં પણ ભવ્ય વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પો.નું આયોજન કરવાનું સિરામિક એસો. દ્વારા નક્કી કરવામાં આવતા સમગ્ર આયોજનની તાડમાડ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. આ આયોજનના પ્રસાર પચાર અર્થે તથા સંભવિત આયાતકારોનાં સંપર્કમાં આવવા માટે ઓકટાગોન કોમ્યુનિકેશન પ્રા.લિ નાં સીઈઓ શ્રી સંદિપભાઈ પટેલની આગેવાની હેઠળ એક ટીમ દ્વારા યુએઈ અને દુબઈ તેમજ અન્ય સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં યુએઈમાં બાંધકામ ક્ષેત્રે ચાલી રહેલી તેજી ના સમયમાં મોરબી સિરામિક ઉદ્યોગ માટે અલભ્ય તકોની સંભાવના સામે આવી છે.
હાલનાં અંદાજ મુજબ યુએઈની ટાઈલ્સની જરૂરિયાત એક્સ્પો ૨૦૨૦ સુધીમાં ૭૦ ટકાથી વધુ ઉભી થશે. યુએઈ પોતાની જરૂરિયાતનાં આશરે ૪૦ ટકા ટાઈલ્સ વિદેશોમાંથી આયાત કરે છે જેમાં ભારત મુખ્ય દેશ છે. વડાપ્રધાન નરેદ્રભાઈ મોદીની જાન્યુ ૨૦૧૭માં મીડલ ઈસ્ટની મુલાકાત દરમિયાન દ્રીપક્ષીય કરારો થયા છે. જેમાં વાહન-વ્યવહાર, એનર્જી, ટ્રેડ તેમજ શિપીંગ ઉદ્યોગને લક્ષ્યમાં રાખીને કરારો કરવામાં આવ્યા છે. આમ, બંને પક્ષીય સંબંધો ઉચ્ચ સ્તરે વિકસાવતા હોવાથી પરસ્પર Favoured Nationsની યોગ્યતા ધરાવે છે.
વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પો એન્ડ સમીટ ૨૦૧૭ની સક્ષમ ટીમે ઉચ્ચસ્તરે એમ્બેસી, વેપારી સંગઠનો, સંભવિત ખરીદારો, કોર્પોરેટ હાઉસીસ, દુબઈ સ્થિત ઇન્ડિયા ટ્રેડ એન્ડ એક્સીલીશન સેન્ટરની રૂબરૂ મુલાકાત લઈને આગામી વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પો એન્ડ સમીટ ૨૦૧૭ના આયોજન વિશે યોગ્ય માહિતી આપેલી છે. આ આયોજનની ભવ્યતા અને ઉપયોગિતાને ધ્યાનમાં લઈ દરેક સંસ્થા, સંગઠનો તથા બહોળા વેપારીવર્ગ તથા ઉદ્યોગજગતને પરસ્પરના લાભાર્થે વિશાલ સંખ્યામાં ડેલીગેટસ સહિત સુવિધા આપવા માટે ખાત્રી આપવામાં આવી છે. જેનો હકારાત્મક અને ઉત્સાહજનક પ્રતિભાવ મળ્યો છે. તેમેજ આ મુલાકાતો દરમિયાન યુએઈમાં બાંધકામ ક્ષેત્રે ચાલી રહેલી તેજી ના સમયમાં મોરબી સિરામિક ઉદ્યોગ માટે અલભ્ય તકોની સંભાવના સામે આવી છે.
પ્રથમ વાઈબ્રન્ટ સિરામિક ૨૦૧૬ની શરૂઆત નાના પાયાથી થઈ એક વર્ષમાં જ તેને મળેલી બહોળી સફળતાનાં પરિણામે વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પો. ૨૦૧૭ ગાંધીનગર ખાતે ૫૦૦૦૦ સ્કવેર મીટરમાં યોજવામાં આવશે. જેને સફળ બનાવવા માટે ૬૫ દેશોમાં રોડ શો પણ કરવામાં આવનાર છે. જેમાં દેશનાં સ્માર્ટ સીટીમાં ગણના થતા ૧૦૦ શહેરોની પસંદગી કરવામાં આવી છે. જ્યાંથી વિશેષ માહિતી મળશે. આમ, નવેમ્બર મહિનામાં યોજાનાર વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પોની તૈયારીઓ જોરશોરથી વેગ પકડવા લાગી છે. અને ચાલુ વર્ષનાં નવેમ્બર મહિનાની ૧૪થી ૧૯ તારીખ દરમિયાન યોજાનાર વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પો. ૨૦૧૭ મોરબીના સિરામિક ઉદ્યોગ માટે વિકાસની વધુ ઉજળી તકો લાવનારો સાબિત થશે.

 

- text