વાંકાનેર : સ્વ. શ્રી વરીયા સાહેબ પરિવાર દ્વારા તા. ૨૮ મેનાં રોજ મહા રક્તદાન અને નિદાન કેમ્પ

વાંકાનેર : રક્તદાન મહાદાનનાં સક્લ્પ સાથે સ્વ. શ્રી વરીયા સાહેબ પરિવાર દ્વારા સ્વ. શ્રી પ્રેમજીભાઈ વરીયા અને સ્વ. શ્રીમતિ નયનાબેન વરીયાનાં સ્મરણાર્થે તા. ૨૮ મેંનાં રવિવારનાં રોજ સવારે ૯ વાગ્યે બંધુસમાજ દવાશાળા, પ્રતાપ રોડ, વાંકાનેર ખાતે મહા રક્તદાન અને રોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહા રક્તદાન કેમ્પમાં વાંકાનેરની સમાજસેવી જનતાને જોડાઈ રક્તદાન કરવા તથા રોગ નિદાન કેમ્પનો લાભ લેવા આયોજક શ્રી ક્રીશ મોબાઈલવાળા ભોલાભાઈ (મો.નં. ૯૮૨૫૧૭૭૮૪૨) અને અવધ સ્ટુડિયોવાળા ડેનીભાઈ પત્રકાર (મો.નં. ૯૮૯૮૬૧૩૦૦૩) દ્વારા જણાવવામાં આવ્યું છે.