Morbi: દૂધમાં ભેળસેળ કરનારાઓ સામે કલેક્ટરમાં ફરિયાદ

- text


Morbi: જિલ્લા અખિલ ભારતીય ગ્રાહક પંચાયત સંસ્થા દ્વારા આજે 25 એપ્રિલના રોજ જિલ્લા કલેક્ટરને દૂધમાં મિલાવટ કરતા ભેળસેળીયા સામે કાર્યવાહી કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હાલ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં દૂધમાં મિલાવટ કરી મીઠાઈઓ તેમજ ખાદ્ય પદાર્થોમાં કેમિકલ નાખી ગ્રાહકોને છેતરવાનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે આ અંગે તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી હતી.

- text

અખિલ ભારતીય ગ્રાહક પંચાયત સંસ્થા દેશના 400 જિલ્લામાં કાર્યરત એવી સ્વેછિક સંસ્થા છે. જે ‘ગ્રાહક : એવમ રાજા’ સૂત્ર હેઠળ ગ્રાહકોને લાગતી સામૂહિક સમસ્યાઓ અંગે સકારાત્મક ભૂમિકા નિભાવી રહી છે. આ સંસ્થાને 50 વર્ષ પૂર્ણ થયા છે. સંસ્થાના જયંતિ રજકોટિયા, રમેશ અઘારા, મહેશ જાની, મેહુલ ગાંભવા, અમિત ફૂલતરિયા, નિલેશ બારૈયા, રાજુભાઈ કામારિયા તથા કાર્યકર્તા ગણ દ્વારા જીલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું.

- text