બગથળા આરોગ્ય કેન્દ્ર દ્વારા વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરાઈ

- text


મોરબી : મોરબીમાં આયુષ્યમાન આરોગ્ય મંદિર બગથળા દ્વારા મેલરિયા જેવા વાહકજન્ય રોગ અટકાવાવ અને જનજાગૃતિ માટે ડોર ટુ ડોર કામગીરી કરવામાં આવી હતી.

રાજ્યના સરકારના આદેશ અનુસાર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ધીરેન મહેતા તથા જિલ્લા મેલેરીયા અધિકારી ડો. વિપુલ કારોલીયાની સૂચના અનુસાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળાના મેડિકલ ઓફિસર ડો. હિરેન પી. વાંસદડીયા તથા સુપરવાઈઝર જે. બી. બેચરાના માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન આરોગ્ય મંદિર બગથળાના આરોગ્ય કર્મચારી એમ. ટી. બારીઆ, મીનાબેન પારીયા તથા આશા વર્કર સરોજબેન અઘારા અને ઉષાબેન ચાવડા દ્વારા વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરી ઘરોમાં તેમજ બહારના વિવિધ સ્થળો પર ભરાયેલા બિનજરૂરી પાણી દૂર કરવા તથા લોકોને વાહકજન્ય રોગ નિયંત્રણ અંતર્ગત આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યુ હતું.

- text

- text