40 ટકા વ્યાજ લેનારા વ્યાજખોરોની ધમકીને પગલે મોરબીના યુવાને ઘર છોડ્યું તું

- text


મોરબીથી લાપતા થયેલ યુવાન ગોવાથી મળી આવ્યો, વ્યાજખોરોએ આંતરી કોરા ચેક અને કાગળમાં સહી કરાવ્યાનો ઘટસ્ફોટ

મોરબી : મોરબીના રવાપર રોડ ઉપરથી અઠવાડિયા પૂર્વ લાપતા થયેલ યુવાન ગોવાથી હેમખેમ મળી આવ્યો છે, જો કે આ યુવાન પાસેથી 40 ટકા તોતિંગ વ્યાજ વસુલનારા વ્યાજખોરોની ધમકીને પગલે યુવાને ઘર છોડ્યું હોવાનું હાલમાં સામે આવ્યું છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર વિદ્યુતનગરમાં મિલેનિયમ હાઇટ્સમાં રહેતો ઉત્તમ શૈલેષભાઇ દેથરીયા ગત તા.16ના રોજ ઘર છોડી ચાલ્યો જતા ચિંતિત બનેલા યુવાનના પિતા શૈલેષભાઇ ડાયાભાઇ દેથરીયાએ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવી હતી. બાદમાં પોલીસે અને પરિવારજનોએ યુવાનની શોધખોળ ચાલુ કરતા આ યુવાન ગોવા હોવાનું બહાર આવતા યુવાનના પિતા લાપતા બનેલા યુવાનને ગોવાથી પરત ઘેર લાવ્યા હતા.

- text

વધુમાં આ બનાવમાં યુવાનના પિતા શૈલેશભાઈએ જણાવ્યું હતું કે, મોરબીના ત્રણ વ્યાજખોરો દ્વારા યુવાન પાસેથી 40 – 40 ટકા તોતિંગ વ્યાજ વસુલતા હોવાનું અને યુવાનને આંતરી કોરા ચેક અને કાગળમાં સહીઓ કરાવી લેતા આ યુવાનને વ્યાજખોરોથી ડરી જઈ ઘર છોડી દીધું હતું. આ મામલે હાલ યુવાનની અરજી પણ પોલીસ મથકમાં લેવામાં આવી હોવાનું જાણવા મળે છે.

- text