હવે તમામ 26 બેઠક ઉપરથી ભાજપને હરાવવું એ જ અમારો મકસદ : કરણી સેનાનો હુંકાર

- text


મોરબીમાં ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યું : જિલ્લામાં ભાજપના વિરોધમાં ધર્મ રથ ફેરવવાની જાહેરાત

મોરબી : મોરબીમાં આજે પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીને લઈને ઉઠેલા વિવાદને લઈને ક્ષત્રિય સમાજનું સમેલન મળ્યું હતું. જેમાં તમામ 26 બેઠક ઉપરથી ભાજપને હરાવવું એ જ અમારો મકસદ હોવાનો ક્ષત્રિય અગ્રણીઓએ હુંકાર કર્યો હતો.

રાજપૂત કરણી સેના દ્વારા મોરબીમાં ક્ષત્રિય સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં કરણી સેના પ્રમુખ જયદેવસિંહ જાડેજા , મહેન્દ્રસિંહ, લક્ષમણસિંહ ઝાલા, જયવંતસિંહ જાડેજા, દિગુભા ઝાલા, ધ્રુવનગર સ્ટેટ આનંદ રાજા ધર્મરાજસિંહ તેમજ અખિલ રાજપૂત યુવા સંઘ તથા રાજપૂત સમાજ અને અન્ય સંસ્થાઓના હોદેદારો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ મિટિંગ થકી સૌને શપથ લેવડાવામાં આવી હતી કે ભાજપ વિરુદ્ધ મતદાન કરી અન્ય સમાજના પણ 5-5 મત આપણે ભાજપ વિરદ્ધ લઈ આવીએ. આગેવાનો દ્વારા સંકલન સમિતિના આદેશ અનુસાર જે સૂચના મળે તે રીતે કાયદાકીય લડાઈ આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું.

વધૂમાં કરણી સેનાના અધ્યક્ષ જયદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પરસોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવી એ જ અમારી માંગ હતી. પણ ભાજપે એક વ્યક્તિ માટે આખા સમાજને બાકાત રાખી દીધો છે. હવે તમામ 26 બેઠક ઉપર ભાજપને હરાવવું એ જ અમારો મકસદ છે. અમારો મત એ જ અમારું શસ્ત્ર છે. હવે ચૂંટણીમાં આ તાનાશાહી સરકારને હટાવીએ એ જ અમારો ધ્યેય છે. આના માટે વધુમાં વધુ મતદાન કરીશું. ઇવીએમમાં સેટિંગ છે તે સૌ કોઈ જાણે છે પણ આવું કઈ થશે. તો રૂપાલા સાથે જે કઈ થશે તે કરવા વાળો હું પ્રથમ વ્યક્તિ હોઈશ તેવો હુંકાર કર્યો હતો. શક્ત શનળાથી ધર્મ રથ ફરશે અને આખા મોરબી જિલ્લામાં ફરશે.વધુમાં તેઓએ યુવાનોને અપીલ કરી હતી કે અગ્રણીઓને નજર કેદ કરવામાં આવે ત્યારે ભાજપની જ્યાં ક્યાંય મિટિંગ કે સભાઓ હોય ત્યાં કાળા વાવટા લઈને કાયદામાં રહીને વિરોધ યથાવત રાખવામાં આવે.

મોરબી રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ મહેન્દ્રસિંહ દીલુંભા ઝાલાએ જણાવ્યું કે પરસોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરી બાદમાં ભાજપે શાંતિ સ્થાપવાના કોઇ પ્રયાસ કર્યા નહિ. આજે પાર્ટ ટુના આયોજન માટે બેઠક મળી હતી. કાયદાને ધ્યાને રાખી વિરોધ યથાવત રહેશે.

- text

- text