વાંકાનેરમાં ભાજપ કાર્યાલયના ઉદઘાટન પૂર્વે ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન

- text


પોલીસે ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત કરી

વાંકાનેર : વાંકાનેરમાં ભાજપ કાર્યાલયના ઉદઘાટન પૂર્વે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેને પગલે પોલીસ દ્વારા અનેક લોકોની અટકાયત કરવામાં આવી હતી.

ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીને કારણે ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન ચલાવવામાં આવ્યું હતું. જે સંદર્ભે આજે વાંકાનેરમાં ભાજપ કાર્યાલયના ઉદઘાટન અને સભા પૂર્વેના કુંભારપરાથી દરવાજા સુધી રૂપાલા હાયના નારા સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બાદમાં અનેક લોકોની વાંકાનેર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

- text

- text