22 એપ્રિલે પરસોતમ રૂપાલાના સમર્થનમાં રવાપરમાં રોડ શો અને જાહેર સભા યોજાશે

- text


મોરબી: રાજકોટ લોકસભા-10 ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં રવાપર ગામે 22 એપ્રિલના રોજ રોડ શો તેમજ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સાંસદ મોહનભાઈ કુંડારીયા અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા સહિત ભાજપ કાર્યકર્તાઓ અને હોદેદારોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે.

- text

આ રોડ શો 22 એપ્રિલે સાંજે 6:30 કલાકે હનુમાન ચાલીસા કથા ગ્રાઉન્ડ રવાપર ગામથી સભાસ્થળ સુધી યોજવામાં આવશે. તેમજ સાંજે 7:30 કલાકે રવાપર ગામે બહુચરાજી માતાજીના મંદિર સામે મેદાનમાં જાહેર સભા યોજાશે.

- text