ટંકારાની લજાઈ ચોકડીએ તમંચા સાથે એક ઝડપાયો

- text


મોરબી એસઓજી ટીમે કરેલી કાર્યવાહી

ટંકારા : મોરબી એસઓજી ટીમે બાતમીને આધારે ટંકારા તાલુકાના લજાઈ ગામની ચોકડી પાસેથી મોરબીના શખ્સને દેશી બનાવટના એક તમંચા સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ ટંકારા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી ટીમને પેટ્રોલિંગ દરમિયાન રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના લજાઈ ગામની ચોકડીએ ગુરુકૃપા હોટલ સામે આરોપી કરણ ઉર્ફે મીઠો મહેન્દ્રભાઈ ચૌહાણ રહે.કુબેરનાથ રોડ, લુહાર શેરી, મોરબી નામનો શખ્સ તમંચા સાથે ઉભો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડી આરોપીને ઝડપી લઈ અંગઝડતી કરતા આરોપી કરણ ઉર્ફે મીઠોના કબ્જામાંથી રૂપિયા 10 હજારની કિંમતનો દેશી બનાવટનો તમંચો મળી આવતા એસઓજી ટીમે આરોપીને ઝડપી લઈ ટંકારા પોલીસ મથકમાં આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

- text