Morbi: ગંદકીનાં ઢગ વચ્ચે પાલિકા દ્વારા ભૂગર્ભ, પાણીમાં ડબલ અને હાઉસ ટેક્સમાં 10 % નો વધારો

- text


શહેરીજનોને સુવિધામાં વધારો તો ન થયો પરંતુ 4.29 કરોડનો વેરાનો વધારાનો બોજો

Morbi: મોરબી નગર પાલિકા હવે ટૂંક સમયમાં મહાનગર પાલિકા બનશે પણ સ્થાનિક નાગરિકો પાયાની સુવિધાથી વંચિત છે. એવામાં પાલિકા દ્વારા પ્રજાનાં માથે ભૂગર્ભ, પાણીમાં ડબલ અને હાઉસ ટેક્સમાં 10 % નો વધારો ઝિંક્યો છે.
મોરબી પાલિકાને ગયા નાણાકિય વર્ષમાં 31.17 ના માંગણાં સામે રૂ 15 કરોડની આવક થઇ હતી ત્યારે છેલ્લા એક સપ્તાહથી બંધ રહેલી વેરા વસુલાત છેલ્લા ત્રણ દિવસથી શરૂ કરવામાં આવી છે અને છેલ્લા ત્રણ દિવસમાં અંદાજે પાંચ લાખ જેવી આવક નોંધાઈ છે.

આ વર્ષે પાલિકા દ્વારા હાઉસ ટેક્સમાં 10 % અને પાણી અને ભૂગર્ભમાં ડબલ વધારો લાગુ કરવામાં આવ્યો છે આ વેરા વધારાથી મોરબીના શહેરીજનોની માથે વર્ષે 4.29 કરોડનો વધારાનો બોજો પડશે

મોરબી પાલિકા દ્વારા માર્ચ એન્ડિંગ સુધીમાં કડક વસુલાત કર્યા બાદ એક સપ્તાહ સુધી વેરા વસુલાતની કામગીરી બંધ કરવામાં આવી હતી જે છેલ્લા 3 દિવસથી નવા વર્ષના કરવેરા ઉઘરાવવાનું ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં ગયા વર્ષે પાલિકાને 48 % જેવી એટલે કે 15 કરોડની વસુલાત થઇ હતી ત્યારે આ વર્ષે કુલ 37 કરોડનું માંગણું છે, જેમાં ચાલુ વર્ષ એટલે વર્ષ 24-25 ના 18.82 કરોડ જેટલું માંગણું છે. આ વર્ષે નિયમોનુસાર જે દર બે વર્ષે હાઉસ ટેક્ષમાં 10 % નો વધારો છે તે આ વર્ષે લાગુ થતા. તેમજ પાણી અને ભૂગર્ભમાં ડબલ વધારો લાગુ પડતા આ વર્ષે શહેરીજનો ઉપર ગત વર્ષ કરતા 4.29 કરોડનો વધારાનો બોજો પડશે. પાલિકા આતળો વેરા વધારાનો ડામ આપે છે. છતાં લોકોને રોડ, ગટર, લાઈટ સહિતની સુવિધા આપવામાં ઉણી ઉતરી છે અને ઠેર ઠેર સમસ્યાના ગંજ ખડકાયા છે.

- text


સપ્ટેમ્બર સુધી વેરો ભરનારને 10 ટકા રીબેટ મળશે

લોકો પોતાનો વેરો સમયસર ભરી જાય એના માટે સરકાર દ્વારા વેરા વળતર એડવાન્સ વેરા વળતર યોજના દર વર્ષે લાગુ કરે છે જે આ વર્ષે પણ લાગુ કરી છે જે અંતર્ગત 30-09-2024 સુધી જે આસામીઓ વેરો ભરશે એને હાઉસ ટેક્ષના 10 % રકમ બાદ મળશે


સરકારી કચેરીઓના 1.59 કરોડ બાકી

મોરબીમાં ઘણા બધા આસામીઓ સમયસર વેરો ભરી જાય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી સરકારી કચેરીઓના જ વેરા બાકી છે જેમાં મેડિકલ કોલેજ, તાલુકા પંચાયત, તાલુકા શાળા, સર્કિટ હાઉસ સહિતની સરકારી કચેરીના માર્ચ 24 સુધીના 1.59 કરોડ બાકી છે. ત્યારે લોકો ટેક્ષના ભારે તો મિકલત જપ્તી સહિતનીકાર્યવાહી કરતી પાલિકા સરકારી કચેરી સામે ક્યારે કડક કાર્યવાહી કરશે ?


- text