મગજના રોગોના નિષ્ણાંત ડો.સાગર ઘોડાસરા શુક્રવારે મોરબીમાં, ખાસ ઓપીડી

 

બ્રેઇન ટ્યુમર, એન્ડોસ્કોપી, મણકાની સર્જરી, સ્લિપ ડિસ્ક અને કમરની સારવાર, મિનિમલ સર્જરી, ચિરા વગરની સ્ટ્રોકની સર્જરી, વાઈ અને ખેંચની સર્જરીના નિષ્ણાંત : અનેક રોગોની ઓપરેશન વગરની પણ સારવાર ઉપલબ્ધ

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મગજના રોગોના નિષ્ણાંત તબીબ આગામી શુક્રવારે મોરબીમાં આવી રહ્યા છે. તેઓ દ્વારા ખાસ ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી મગજને લગતા રોગો માટે મોરબીના લોકોને ઘરઆંગણે જ નિદાન અને જરૂરી માર્ગદર્શનની સવલત મળવાની છે.

અમદાવાદની પ્રખ્યાત ઝાયડ્સ હોસ્પિટલના નિષ્ણાંત તબીબ ડો.સાગર ઘોડાસરા આગામી તા. 12 એપ્રિલને શુક્રવારના રોજ
મોરબીમાં સાવસર પ્લોટ મેઈન રોડ ઉપર એસબીઆઈ બેંકની બાજુમાં ક્રિષ્ના ટ્રાવેલ્સની સામે આવેલ એક્યુરા ડાયગ્નોસ્ટીક સેન્ટર એન્ડ લેબોરેટરીમાં સાંજે 4:30 થી 6:00 વાગ્યા સુધી ઓપીડી સેવા આપવાના છે.

ડો.સાગર ઘોડાસરા MS, DNB ( ન્યુરોસર્જન) બ્રેઇન ટ્યુમર (મગજની ગાંઠ), એન્ડોસ્કોપી, કરોડરજ્જુના મણકાની સર્જરી, સ્લિપ ડિસ્કની અને કમરના દરેક દર્દોની સારવાર, મિનિમલ સર્જરી, ચિરા વગરની સ્ટ્રોકની સર્જરી, વાઈ અને ખેંચની સર્જરી, એન્ડોવાસ્ક્યુલર ન્યુરોઇન્ટરવેન્શન, નાનામાં નાના ચીરાથી સ્પાઇન અને ટ્યુમરની સર્જરીના નિષ્ણાંત છે.

મગજને લગતા રોગો માટે મોરબીના લોકોને છેક રાજકોટ, અમદાવાદ કે મુંબઈ સુધી ધક્કા ખાવા પડે છે. પણ અમદાવાદની પ્રખ્યાત ઝાયડ્સ હોસ્પિટલના નિષ્ણાંત તબીબ મોરબી ઓપીડી માટે આવી રહ્યા હોય, મોરબીના લોકોને ઘરઆંગણે જ શ્રેષ્ઠ તબીબી સેવા મળવાની છે. ઓપીડીનો લાભ લેવા અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું અને જૂના રિપોર્ટ સાથે રાખવા જરૂરી છે. તેમ એક યાદીમાં જણાવાયું છે.

ઓપીડી : તા.12 એપ્રિલ
સ્થળ : એક્યુરા ડાયગ્નોસ્ટીક સેન્ટર
SBI બેંકની બાજુમાં,
ક્રિષ્ના ટ્રાવેલ્સની સામે,
સાવસર પ્લોટ, મોરબી
સમય : 4:30 થી 6:00
મો.નં. 7359630003