મોરબીમા સગાઇ માટે છોકરી પસંદ ન હોવાથી યુવકે ગળેફાંસો ખાધો

- text


મોરબી : મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ સિલ્ક સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના કૃષ્ણા રાયસિગ મછાર ઉ.૧૮ વાળાની સગાઇ કરવાનુ નક્કી કરેલ હોય, ત્યારે પરિવારજનો દ્વારા સગાઇ માટે યુવક માટે છોકરી પસંદ કરવામાં આવી હતી પરંતુ જે છોકરી સાથે સગાઇ થવાની હોય તે કૃષ્ણાને પસંદ ન હોય જેથી તે બાબતનું મનમા લાગી આવતા કૃષ્ણાએ પોતાની જાતે ગળે ફાસો ખાઇ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. અપમૃત્યુના બનાવમાં મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોત અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text