વાંકાનેરના જુના રાજાવડલા ગામે યુવકને માર મરાયો

- text


વાંકાનેર : વાંકાનેરના જુના રાજાવડલા ગામે વાડી વિસ્તારમાં રહેતા વિશાલભાઇ ગોરધનભાઇ દેત્રોજા ઉવ.૨૬ એ આરોપી ભરત ગોવિંદભાઇ ગમારા રહે.રાજાવડલા ગામ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગત તા.૮/૦૪ના રોજ વિશાલભાઈ તેની બહેનના ઘરે પોતાની માતાને તેડવા ગયેલ હતો ત્યારે આરોપી ભરત ગોવિંદભાઇ ગમારાએ વિશાલભાઈને રસ્તામા રોકી ગાળો દેતા વિશાલભાઈએ ગાળો દેવાની ના પાડતા આરોપીએ ધોકા વતી હુમલો કરી વિશાલભાઈને જમણા હાથે મુંઢ માર માર્યો હતો, ત્યારે સમગ્ર બનાવની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text