વાંકાનેરમાં ડમ્પરની ઠોકરે વૃદ્ધ ઈજાગ્રસ્ત

- text


વાંકાનેર : વાંકાનેરના સ્ટેશન રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટનામાં બેફામ ગતિએ ચલાવી આવતા ડમ્પરના ચાલકે અચાનક પોતાના વાહનને સર્પાકાર કાવુ મારતા બાઈકને હડફેટે લીધું હતું જે અકસ્માતમાં બાઈક ચાલક કેબલ કનેક્શનના ધંધાર્થીને બાઈક સહીત નીચે પછાડી દેતા બાઈક ચાલકના હાથ ઉપર ડમ્પરનું વ્હીલ ફરી વળ્યું હતું અકસ્માત કરી ડમ્પર ચાલક પોતાનું વાહન લઇ ઘટના સથકેથી નાસી ગયો હતો. ત્યારે અકસ્માતના બનાવમાં બાઈક સવાર વૃદ્ધને હાથમાં થયેલ ગંભીર ઇજાને કારણે સારવારમાં ડોક્ટર દ્વારા એક હાથ ઓપરેશન કરી કાપી નાખવાની ફરજ પડી હતી.

- text

મળતી માહિતી અનુસાર વાંકાનેર વાંકાનેરની એકતા સોસાયટી ટેલિફોન એક્સચેન્જની બાજુમાં રહેતા અલીભાઇ હસનભાઇ સબીબી ઉવ.૬૦ ગત તા.૨૮ માર્ચના રોજ પોતાના ઘરેથી બાઈક રજી.નં. જીજે-૩૬-પી-૮૧૪૫નુ લઇને મીલ પ્લોટમાથી ધરે જતા હતા ત્યારે વાંકાનેર સ્ટેશન રોડ પટેલ સમાજની વાડી સામે ડમ્પર રજી નં. જીજે-૧૩-ડબ્લયુ-૧૨૩૧ ના ચાલકે અલીભાઈના બાઈક તરફ કાવુ મારતા બાઇકમાં ડમ્પરનો ડલ્લો લાગતા અલીભાઈ બાઈક સહીત પડી જતા તેઓનો જમણો હાથ ડમ્પરની ખાલી સાઇડના વ્હિલમાં આવી જતા હાથમાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારે અલીભાઈને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમ્યાન ઓપરેશન કરી કોણીથી ઉપર હાથ કાપી નખાયો હતો. અકસ્માત સર્જી ડમ્પર ચાલક પોતાનુ ડમ્પર પુરઝડપે અને ગફલતભરી બેદકારીપુર્વક ચલાવી નાશી જઇ ગયો હતો. સમગ્ર અકસ્માતના બનાવની ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે આઇપીસી તથા એમવી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની અટક કરવાની કામગીરી હાથ ધરી છે.

- text