સેવાકીય પ્રવૃત્તિનું નવુ સરનામુ બનશે ‘છોટાકાશી હળવદ સેવા ગ્રુપ’: હોદ્દેદારોની નિમણુક કરાઇ

- text


પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી સહિતનાઓની નિમણૂકો પણ કરવામાં આવી

Morbi: જિલ્લાના હળવદ શહેરમાં સેવાકીય પ્રવૃત્તિઓમાં હર હંમેશ અગ્રસ્થાને રહેતા યુવાનો દ્વારા ‘હળવદ છોટાકાશી સેવા ગ્રુપ’ની સ્થાપના કરવામાં આવી છે. આ ગ્રુપની સ્થાપના અજુભાઈ ઠાકોર દ્વારા કરાઈ છે. જેમાં પ્રમુખ તરીકે સંજય માળી, ઉપપ્રમુખ તરીકે સાગર સંઘવી તેમજ સેક્રેટરી તરીકે ધર્મેન્દ્ર મહેતા અને વાઇસ સેક્રેટરી તરીકે ભરત ઠાકોરની નિમણુક કરાઈ છે.

- text

અન્નપૂર્ણા પ્રોજેક્ટના ચેરમેન તરીકે ભાવિન શેઠ અને ઇમરાનભાઈને જવાબદારી સોંપાય છે. સાથે જ સોશિયલ મીડિયાના કન્વીનર તરીકેની જવાબદારી મયુર ગાંધીને અપાઈ છે. આ ગ્રુપના કુલ 26 સભ્યો દ્વારા હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ લોકો સુધી સેવાની સુવાસ ફેલાવવા માટે ગ્રુપની સ્થાપના કરાઈ હોવાનું અજુભાઈ ઠાકોરે જણાવ્યું હતું.

- text