મોરબીના રેલવે સ્ટેશનમાં નવો રાષ્ટ્રધ્વજ ફરકાવાયો

- text


મોરબી: શહેરમાં આવેલા રેલવે સ્ટેશનમાં ફાટેલી હાલતમાં રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો હતો. જે અંગે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખે ફોટો જાહેર કરતા રાષ્ટ્રધ્વજ બદલી દેવાની જવાબદાર વિભાગને સૂચના આપી હતી. જેથી આજે નવો રાષ્ટ્રધ્વજ લગાડવામાં આવ્યો હતો.

- text

મોરબીના રેલવે સ્ટેશનમાં જે રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો હતો. તે ફાટેલી હાલતમાં હોવાથી આ બાબત આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ હિતેશ ભટ્ટને ધ્યાનમાં આવતા તેઓએ આ રાષ્ટ્રધ્વજના ફોટો પાડીને જાહેર કર્યા હતા. આ મામલે મોરબી રેલવે સ્ટેશનના ધર્મેન્દ્ર કુમારે આ અંગે ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટને જાણ કરી દેવામાં આવી હતી. અને આજે તાત્કાલિક ધોરણે ફાટેલી હાલતના રાષ્ટ્રધ્વજને ઉતારી નવો રાષ્ટ્રધ્વજ લગાડી દેવામાં આવ્યો હતો.

- text