મોરબીના સ્ટેશન રોડ ઉપર યુવકે બસ અને કારના કાચ તોડયા

- text


મોરબી : ગત રાત્રે મોરબીના સ્ટેશન રોડ પર એક આવારા શખ્સે બે એસટી બસ અને કારના કાચ તોડીને આતંક મચાવ્યો હતો. આ અંગેનો વીડિયો સામે આવતા પોલીસે પણ આ યુવકની શોધખોળ શરૂ કરી છે.

- text

https://youtube.com/shorts/5Q5H_WXnicg?feature=share  

સ્થાનિક નાગરિકોના જણાવ્યા પ્રમાણે એક યુવકે ગઈકાલે શહેરના સ્ટેશન રોડ પરથી પસાર થઈ રહેલી એસટી બસ અને કારના કાચ તોડ્યા હતા. આ અંગેનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે આ યુવકના હાથમાં લાકડી છે અને રોડ પરથી પસાર થઈ રહેલી એસટી બસના બારીના કાચ પર તે લાકડી ફટકારી કાચ તોડી રહ્યો છે. આ શખ્સને શોધવા પોલીસે પણ ચક્રો ગતિમાન કર્યા છે.

- text