મોરબીની ત્રાજપર ચોકડી નજીક એક સાથે છ દુકાનના તાળા તૂટ્યા

- text


તસ્કરોએ પાનબીડીના દુકાનમાંથી સોપારી, સિગારેટ ચોરી, પરચુરણ સહિતની માલમતા ચોરી ગયા

મોરબી : મોરબીના સામાકાંઠે નેશનલ હાઇવે ઉપર ત્રાજપર ચોકડી નજીક આવેલી હરી ચેમ્બરમાં શુક્રવારે વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં તસ્કરો ત્રાટકયા હતા અને 6 જેટલી દુકાનના તાળા તોડી સોપારી, સિગારેટબને પરચુરણ આઈટમ તેમજ રોકડની ચોરી કરી ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર ત્રાજપર ચોકડી પાસે આવેલ હરિ ચેમ્બરમાં વહેલી પરોઢે ત્રાટકેલા તસ્કરોએ તરખાટ મચાવી છ દુકાનમાં ચોરી કરી હતી જેમાં શિવ શક્તિ પાન નામની દુકાનમાંથી 250 ગ્રામ સોપારી, 5 જેટલી સિગારેટ, આઈડિયલ હેર ડ્રેસર તેમજ માં આશાપુરા ટેલિકોમ નામની દુકાનના તાળા તોડી મધુરમ પાન નામની દુકાનમાંથી રૂપિયા 150 ની ચોરી કરી ચામુંડા ટ્રાન્સપોર્ટની ઓફિસના તાળા તોડયા હતાં. આ ઉપરાંત બેનટેક એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાંથી રૂપિયા 1200 રોકડા અને પેન ડ્રાઇવની તસ્કરો ચોરી કરી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, વહેલી પરોઢે ચોરીને અંજામ આપવા આવેલ તસ્કરોએ માથે ટોપી પહેરી મોઢે રૂમાલ બાંધીને આવ્યા હોવાનું તેમજ સવારે 4 થી 4.45 સુધીમાં બનાવ બનેલ હોવાનું સ્થાનિક નાગરિકો અને વેપારીઓ જણાવી રહ્યા છે.

- text

- text