માળીયા મિયાણાના હરિપર ગામે તસ્કરો મંદિરના પાઇપ ચોરી ગયા

- text


મોરબી : માળીયા મિયાણા તાલુકાના હરિપર ગામની સીમમાં આવેલ રાજબાઈ માતાજીના મંદિરનો શેડ બનાવવા માટે રાખવામાં આવેલ ગોળ અને ચોરસ પાઇપ નંગ 36 કિંમત રૂપિયા 42,000 કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી લઈ જતા દેવાભાઈ જીવાભાઈ ડાંગરે માળીયા પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

- text