ટંકારામાં રૂપાલાને સભા નહીં કરવા દઇએ: રાજપુત કરણી સેનાની ચીમકી

- text


Morbi:: કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને લઈને હાલ રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે અને રાજકોટ બેઠક પર ભાજપ ઉમેદવાર બદલવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. ત્યારે રાજપુત કરણી સેનાના મોરબી જિલ્લાના પ્રમુખ જયદેવસિંહ જાડેજાએ પરષોત્તમ રૂપાલાને ખુલ્લી ચેતવણી આપી છે અને કહ્યું છે કે, અમે પરોસત્તમ રૂપાલાની ટંકારામાં એક પણ સભા નહીં કરવા દઈએ.

રાજપુત કરણી સેનાના મોરબી જિલ્લાના પ્રમુખ જયદેવસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ભાજપ જો પરસોતમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો તેઓ ટંકારામાં પરસોતમ રૂપાલાની એક પણ સભા થવા દેશે નહીં કે રેલી કાઢવા દેશે નહીં. આ માટે જે પણ કરવું પડશે તે કરવા માટે રાજપુત કરણી સેનાની ટીમ મેદાને આવશે. જેના પરિણામ જેલમાં જવું પડશે અને જેલ ભરો આંદોલન કરવું પડશે તો તેની પણ તૈયારી તેમણે દર્શાવી છે.

- text

આ સાથે જ તેમણે વધુમાં કહ્યું છે કે, સ્વાભિમાનની આ લડાઈમાં કોઈપણ સંજોગોમાં ઝુકવામાં નહીં આવે. બસ પરસોતમ રૂપાલાની ભાજપ ટિકિટ રદ કરે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે

ભાજપનાં રાજકોટ બેઠકનાં ઉમેદવાર પરસોત્તમ રૂપાલા આ પહેલા તેમણે આપેલા નિવેદન બદલ માંફી માગી ચૂક્યા છે પણ આ વિવાદ હજુ સમ્યો નથી અને રાજપૂત સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરી છે.

- text