મોરબીમાં માટી અને ફાયર ક્લેનું ગેરકાયદે પરિવહન કરતા 3 વાહનો પકડાયા 

- text


ખાણખનીજ વિભાગ દ્વારા મકનસર અને દરિયાલાલ કોમ્પ્લેક્સ નજીક કાર્યવાહી 

મોરબી : મોરબી ખાણખનીજ વિભાગ દ્વારા ગુરુવારે બે અલગ અલગ કિસ્સામાં દરોડા પાડી મકનસર નજીકથી ગેરકાયદેસર રીતે સાદી માટીનો સંગ્રહ કરી ડમ્પર ભરી રહેલા બે વાહનો ઉપરાંત વાંકાનેર નેશનલ હાઇવે ઉપર દરિયાલાલ કોમ્પ્લેક્સ નજીકથી ફાયર ક્લેનું પરિવહન કરતા એક વાહનને પકડી પડી કુલ એક કરોડનો મુદામાલ કબ્જે કરી મોરબી તાલુકા પોલીસને સોંપી આપી દંડનીય કાર્યવાહી કરી હતી.

મોરબી જિલ્લાના ભુસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેરના માર્ગદર્શન હેઠળ તપાસ ટીમ દ્વારા મોરબીના મકનસર ખાતે તુલસી પેટ્રોલપમ્પ પાછળના ભાગે આકસ્મિક રેડ કરી બિનઅધિકૃત સાદી માટી ખનીજનું ગેરકાયદેસર સંગ્રહ કરી વહન કરવા બદલ જ્હોન દિયર કંપનીનું GJ03EA1112 નંબરનું લોડર અને તેના ઓપરેટર ટીંકુભાઇ માનસિંગભાઈ વસુણીયા તેમજ ડમ્પર નંબર GJ36V8078 જેના ચાલાક વિજય વેરશીભાઈ આંત્રેશાને પકડી પાડ્યા હતા.

- text

આ ઉપરાંત મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર દરિયાલાલ કોમ્પ્લેક્સ પાસેથી ડમ્પર નંબર GJ13AW8588 જેના ચાલાક મુસ્તકીમ મજીદ પઠાણને ફાયરકલે ખનીજના ગેરકાયદેસર વહન બદલ સીઝ કરી અંદાજે કુલ એકાદ કરોડના વાહનો તાલુકા પોલીસ સ્ટેશન મોરબી ખાતે સોંપી આપી ખનીજચોરી મામલે દંડનીય કાર્યવાહી કરવા તજવીજ શરૂ કરી છે.

- text