હવે બોગસ ખાણ ખનીજ અધિકારી ! ટ્રક ચાલક પાસેથી 6 હજાર પડાવ્યા

- text


માળીયા સુરજબારી પુલ નજીક પોલીસ ચોકી પાસે જ નકલી ખાણખનીજ અધિકારીએ તોડ કરતા પોલીસ ફરિયાદ

મોરબી : રાજ્યમાં નકલીના ખેલ વચ્ચે મોરબીમાં નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઇ જવી, નકલી ટોલનાકા બાદ હવે નકલી ખાણખનીજ અધિકારી બની તોડ કરવાની ઘટના સામે આવી છે જેમાં ટ્રક ચાલક પાસેથી રૂપિયા 6 હજારનો મધ્યરાત્રીએ તોડ કરાયા બાદ સમગ્ર મામલે માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા પોલીસ મથકમાં કચ્છ ભુજના રાપર તાલુકાના લખાગઢ ગામે રહેતા ટ્રક ચાલક રામાભાઇ દેવાભાઇ મુંધવાએ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.9ના રોજ પોતે ટ્રક લઈને જતો હતો ત્યારે સુરજબારી પુલના છેડે પોલીસ ચોકી પાસે રાત્રીના બે થી અઢી વાગ્યા ના સુમારે સ્વીફટ કાર નંબર GJ-24-X-5698માં આવેલા હરીચંદ્રસિંહ બળવતસિંહ વાઘેલા, રહે.ભચાઉ કચ્છ વાળાએ પોતે ખાણ ખનીજ વિભાગના વીજીલન્સના આધિકારી છે તેવી ઓળખ આપી ટ્રક પોલીસ સ્ટેશન લઈ લેવાની ધમકી આપી રૂપિયા 6000 બળજબરીથી કઢાવી લેતા બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. આ ગંભીર ઘટના અંગે માળીયા પોલીસે ગુન્હો દાખલ કરી નકલી ખાણખનીજ અધિકારીને ઝડપી લેવા તજવીજ શરુ કરી છે.

- text