મોરબીના મકનસરમાં ખરાબો ખેડવા મામલે પિતા-પુત્રને માર પડ્યો

- text


શેઢા પાડોશીઓએ ત્રીસ વર્ષથી ખરાબો ખેડતા પિતાપુત્રને ધોકાવી નાખતા ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબીના મકનસર ગામે રહેતા પિતા-પુત્ર ત્રીસેક વર્ષથી સરકારી ખરાબાની જમીન ખેડતા હોય આ જમીનની બાજુમાં જ વાડી ધરાવતા ચાર ભાઈઓએ ખરાબો ખેડવાની ના પાડી પિતા પુત્રને લાકડી અનેલોખંડના પાઇપ વડે માર મારી ઈજાઓ પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા ફરિયાદી નવઘણભાઇ કુકાભાઇ સુરેલા મકનસર ગામની સીમમા આવેલ ઇરીગેશનની ખરાબાની જમીન છેલ્લા ત્રીસેક વર્ષથી ખેડતા હોય આ જમીનની બાજુમા જ જમીન ઘરાવતા આરોપી મૈયાભાઇ રણછોડભાઇ કોળી, સુખાભાઇ રણછોડભાઇ કોળી, મંગાભાઇ રણછોડભાઇ કોળી અને કલ્પેશભાઇ રણછોડભાઇ કોળી રહે.ચારેય અદેપર, તા.જી. મોરબી વાળાએ ખરાબાની જમીન નહીં ખેડવા જણાવ્યું હતું. જેથી આ જમીન ખેડવા માટે ફરિયાદી નવઘણભાઇ અને તેનો પુત્ર જતા ચારેય આરોપીઓએ લાકડી અને પાઇપ વડે માર મારી ઈજાઓ પહોંચાડતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text