મોરબીમાં પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે રાહત દરે કોમ્પ્યુટર ક્લાસીસ શરૂ કરાયા

- text


મોરબી : મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ- મોરબી દ્વારા પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે રાહત દરે કોમ્પ્યુટર ક્લાસીસની શરૂઆત કરવામાં આવી છે.

- text

આજના આ ઝડપી યુગમાં પાટીદાર સમાજના દરેક વિદ્યાર્થીને પગભર થવા માટે પાટીદાર સમાજની સંસ્થા દ્વારા એક પહેલ કરવામાં આવી છે અને ચોપડા ઉપર તેમજ કોમ્પ્યુટર ઉપર ટેલી, પ્રોફિટ, મિરેકલ, કુબેર વગેરે એકાઉન્ટિંગ સોફ્ટવેરના તેમજ માઈક્રોસોફ્ટ ઓફિસના ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. આ માટે સમયના ગેટની બાજુમાં લેન્ડમાર્ક પ્લાઝા ખાતે ઉમિયા સેવા સમાજ ટ્રસ્ટ- મોરબીની ઓફિસ પર જયંતીભાઈ વિડજા- મો.નં. 99789 21318 અથવા મગનભાઈ અઘારા મો.નં. 98250 98079 નો સંપર્ક કરવામાં જણાવ્યું છે. આ ક્લાસીસ મોરબીના શનાળા રોડ પર કન્યા છાત્રાલય પાછળ આવેલા એકતા કોમ્પ્યુટર ક્લાસીસ ખાતે શરૂ કરવામાં આવ્યા છે. કલાસીસ પર સંસ્થાનો સંપર્ક કરીને આવવા જણાવાયું છે.

- text