મોરબી 181 ટીમે ઘરેથી નીકળી ગયેલ કિશોરીનું પરિવાર સાથે મિલન કરાવ્યું

- text


નાની વયે લગ્ન કરવા નીકળેલ કિશોરીનું કુશળ કાઉન્સિલિંગ કરાયું

મોરબી : મહિલાઓની મદદ માટે સતત રાત-દિવસ કાર્યરત રહેતી 181 અભયમ મહિલા હેલ્પલાઇન સેવા ખરેખર બહેનો માટે આશીર્વાદરૂપ રહી છે. મોરબી 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે એક અજાણી કિશોરી મોરબી શનાળા શક્તિ માતાજીના મંદિરે છેલ્લા 8 કલાકથી મૂંઝવણમાં આંટા-ફેરા મારે છે. ત્યાંના લોકોએ બેન સાથે વાતચીત કરી પરંતુ કિશોરી સાચું કહેતી નથી અને કિશોરી ચિંતામાં છે. તેમની મદદ માટે 181 મહિલા હેલ્પલાઇનની જરૂર છે.

જેના પગલે 181 ટીમના કાઉન્સિલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ જયશ્રીબેન કોઠીવાર તેમજ પાયલોટ જીગરભાઈ પટેલ ઘટના સ્થળે કિશોરીની મદદ માટે પહોંચ્યા હતાં. કિશોરીને ત્યાંના લોકોએ સુરક્ષિત જગ્યાએ બેસાડેલા હતાં. 181 ટીમ દ્વારા કિશોરી સાથે વાતચીત કરી પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કિશોરી ગભરાયેલી હતી. બેનને સૌપ્રથમ સાંત્વના આપેલ તેમજ મોટીવેટ કરી કિશોરીનું કાઉન્સિલીગ કરતા તેમણે જણાવ્યું કે તેમને એક છોકરા સાથે છેલ્લા બે મહિનાથી પ્રેમ સંબંધ છે તેમજ કિશોરીને એ છોકરા સાથે લગ્ન કરવા હોય અને તેમના માતા પિતા લગ્ન કરવાની ના પાડતા હોય તેથી કિશોરી છેલ્લા કેટલાક દિવસથી ઘરમાં પરિવારના સભ્યો સાથે ઘર્ષણ થતું હોય તેમજ તેમના પરિવાર તેમને મોબાઈલ વાપરવાની ના પાડતા હોય અને વારંવાર ઠપકો આપતા હોય જેને લઇને કિશોરીને તેના પ્રેમી સાથે લગ્ન કરવા હોય માટે ઘરે રસોઈ બનાવીને ઘરેથી કોઈને પણ જાણબહાર નીકળી ગઈ હતી.

- text

ત્યારબાદ 181 ટીમ કિશોરીના પરિવારના સભ્યોનો કોન્ટેક્ટ કાર્યો હતો અને ચોક્કસ માહિતી મેળવવા માટે આધાર પુરાવા માંગેલ પુરાવા યોગ્ય લાગતા પિતા સાથે વાતચીત કરી હતી. તેઓએ જણાવેલ કે બપોરની રસોઈ બનાવીને બપોરનાં સમયે અમારી જાણબહાર તેમની દીકરી ઘરેથી કોઈને પણ કહ્યા વગર નીકળી ગઈ હતી. તેઓએ શોધવા માટે ઘણા પ્રયત્ન કર્યા પરંતુ તેમની દીકરી મળી નહતી. ત્યારબાદ 181 ટીમ દ્વારા કિશોરીને કાયદાકીય માહિતી આપેલ તેમજ લગ્ન માટે કાયદાકીય રીતે પુખ્ત થયાં બાદ જ લગ્ન કરવા સમજણ અપાઇ હતી.

આમ અભયમ ટીમ દ્વારા કિશોરી અને પરિવારના સભ્યોના કુશળ કાઉન્સિલિંગ થકી કિશોરી રાજી-ખુશીથી તેમના પરિવાર સાથે જવા તૈયાર થઈ હતી. કિશોરીના પરિવારજનોએ તેમની દીકરીને સહી સલામત તેમના ઘરે પહોચાડવા બદલ મોરબી 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text