સીરામીક ઉદ્યોગ માટે આનંદના સમાચાર : એપ્રિલમાં એલપીજી ગેસના ભાવમાં જબરો ઘટાડો આવશે

- text


મોરબીમાં ફેબ્રુઆરી માસમાં ગુજરાત ગેસનો વપરાશ વધ્યો, પ્રતિ દિવસ 35 લાખ ક્યુબિક મીટરનો વપરાશ : એલપીજીનો દૈનિક વપરાશ 17.5લાખ ક્યુબિક મીટર

મોરબી : મોરબીના સીરામીક ઉદ્યોગ માટે આનંદના સમાચાર આવ્યા છે, ફોરવર્ડ સોદાઓ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં ઉથલપાથલને પગલે આગામી 1લી એપ્રિલથી એલપીજી અને પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટન 8000થી 8500 સુધીના ભાવ ઘટવાના સંકેત મળી રહ્યા છે, બીજી તરફ સીરામીક ઉદ્યોગમાં બંધ પડેલા કેટલાક યુનિટો પુનઃ ધમધમતા થતા હાલમાં ગુજરાત ગેસનો વપરાશ ગત મહિને પ્રતિ દિવસ 31 લાખ ક્યુબિક મીટરથી વધીને ફેબ્રુઆરી મહિનામાં 35 લાખ ક્યુબિક મીટર પ્રતિ દિવસ થયો છે.

સીરામીક હબ મોરબીમાં નેચરલ ગેસના વધતા ભાવનો સસ્તો વિકલ્પ શોધી કાઢી હાલમાં કાર્યરત 700થી 800 ફેકટરીઓ પૈકી 200 જેટલી ફેકટરીઓ દ્વારા ગુજરાત ગેસ સાથે એલપીજી-પ્રોપેન પ્લાન્ટ ફિટ કરી દઈ એલપીજી -પ્રોપેનનો ધૂમ વપરાશ કરવામાં આવી રહ્યો છે, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં હાલમાં ગેસના ભાવ ઘટવાની સાથે આગામી એપ્રિલ માસના ફોરવર્ડ સોદામાં એલપીજીના ભાવ ઘટ્યા હોય આગામી 1લી એપ્રિલથી મોરબીના સીરામીક ઉદ્યોગને પ્રતિ ટન 8000થી 8500 સુધીના ભાવ ઘટાડા સાથે એલપીજી પ્રોપેન ઉપલબ્ધ બને તેમ હોવાનું મોરબીના ગેસ વિક્રેતા ટી.ડી.પટેલ જણાવી રહ્યા છે.

- text

બીજી તરફ મોરબીના સીરામીક ઉદ્યોગમાં હજુ પણ મોટાપ્રમાણમાં ગુજરાત ગેસ કંપનીના નેચરલ ગેસનો વપરાશ થઇ રહ્યો હોય ચાલુ મહિને નેચરલ ગેસના ભાવમાં ભાવ ઘટાડાની આશાએ કેટલાક બંધ પડેલા વોલ ટાઈલ્સ યુનિટ ફરી શરૂ થતા જાન્યુઆરી માસમાં પ્રતિદિન 31 લાખ ક્યુબિક મીટર ગેસના વપરાશ સામે ફેબ્રુઆરી માસમાં નેચરલ ગેસનો વપરાશ દૈનિક 4 લાખ ક્યુબિક મીટર વધીને હાલમાં 35 લાખ ક્યુબિક મીટર પહોંચ્યો હોવાનું તેમજ હાલમાં 500 જેટલા એકમો નેચરલ ગેસથી તેમજ 200 જેટલા એકમો એલપીજી ગેસથી ચાલતા હોય મોરબીમાં પ્રતિદિન 17.5લાખ ક્યુબિક મીટર એલપીજી ગેસનો વપરાશ થઇ રહ્યો છે. જો કે, હાલમાં એલપીજી અને નેચલર ગેસનો ભાવ સમાંતર ચાલી રહ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text