મોરબીમાં વિશ્વકર્મા જયંતીની આનંદ-ઉલ્લાસભેર ઉજવણી

- text


તેજસ્વી વિદ્યાર્થીઓ, દાતાઓનું સન્માન કરાયું; રક્તદાન કેમ્પ, શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા

મોરબી : આજે મહાસુદ તેરસ એટલે કે ભગવાન વિશ્વકર્મા દાદાનો પ્રાગટ્ય દિન. શ્રમ સાથે જોડાયેલા તમામ લોકોના ભગવાનનો આજે જન્મદિવસ. મોરબીમાં આજે ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, દાતાઓનું સન્માન, રક્તદાન કેમ્પ, શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો ધામધૂમથી યોજાયા હતા.

- text

આજે વિશ્વકર્મા પ્રાગટ્ય દિન નિમિત્તે મોરબી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા પટેલ સમાજની વાડી શકત સનાળા મુકામે રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી સમાજનું પ્રત્યેનું ઋણ અદા કર્યું છે. આ ઉપરાંત ભવ્યાતીભવ્ય શોભાયાત્રા સવારથી સાંજ સુધી મોરબીના રાજમાર્ગો પર ફરી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉલ્લાસભેર જોડાયા હતા. વિશ્વકર્મા પ્રભુના મંદિરે સવારથી મંગળા આરતી, શૃંગાર આરતી, રાજભોગ આરતી વગેરે આરતી કરવામાં આવી હતી. મહોત્સવ પૂર્વે તેજસ્વી વિદ્યાર્થીઓ, દાતાઓ તથા રમતગમત, હરીફાઈમાં વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા પટેલ સમાજની વાડી શકત સનાળા મુકામે સંપન્ન થઇ ત્યારબાદ ત્યાં જ સાંજે મહાઆરતી તથા મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાશે.

- text