બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ડંકો વગાડતો હળવદના કીડી ગામનો યુવાન

- text


હળવદ : મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કીડી ગામના યુવકે ઉત્તર પ્રદેશની કાશી વિશ્વ વિદ્યાલય એટલે કે બનાસ હિંદુ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિદ્યા ધર્મ વિજ્ઞાન સંકાય ફેકલ્ટીના આચાર્ય કોર્ષમાં સમગ્ર યુનિવર્સિટી કક્ષાએ બીજો નંબર મેળવીને સમગ્ર ગુજરાતનું અને મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે.

- text

કીડી ગામના બિપીનચંદ્ર પાઠક અને રેખાબેન પાઠકના દીકરા મીત પાઠકે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિદ્યા ધર્મ વિજ્ઞાન સંકાય ફેકલ્ટીમાં આચાર્યનો પોસ્ટ ગ્રેજ્યુએશનનો બે વર્ષનો કોર્ષ કર્યો હતો. જેમાં તેણે સમગ્ર યુનિવર્સિટીમાં બીજા નંબરે આચાર્યની માસ્ટર ડિગ્રી મેળવી છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં હિંદુ બનારસ યુનિવર્સિટીનો 103મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં મીત પાઠકને પદવી એનાયત કરવામાં આવી હતી.

- text