હળવદ સુન્ની મુસ્લિમ ઘાંચી જમાત બાવન ગામના નવા હોદેદારોની નિમણુંક

- text


પ્રમુખ તરીકે રહીમભાઈ ઘોણીયા અને ઉપપ્રમુખ તરીકે રફિકભાઈ કલાડિયા વિજેતા

હળવદ : હળવદ સમસ્ત સુન્ની મુસ્લિમ ઝાલાવાડી ઘાંચી જમાત બાવન ગામના સંગઠનની ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણીમાં સમસ્ત સમાજ દ્વારા નક્કી કરાયેલા ચૂંટણી કમિશનર અને આસિસ્ટન્ટ ચૂંટણી કમિશનરની હાજરીમાં યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ તરીકે રહીમભાઈ ઘોણીયા- ટીકરને બિનહરીફ્ જાહેર કરવામાં આવ્યા જયારે ઉપ પ્રમુખ તરીકે રફિકભાઈ કલાડિયાનો તેર મતે વિજય થયો હતો.

હળવદ ખાતે રવિવારે સુન્ની મુસ્લિમ ઝાલાવાડી ઘાંચી જમાત બાવન ગામ હળવદના સંગઠનની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીનું આયોજન ઘાંચી જમાત ખાના હળવદ ખાતે રાખવામાં આવેલું આ ચૂંટણી કરવા માટે સમાજે યુસુફભાઈ હાસમભાઈ ઘોણીયાને ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક આપેલી આસિસ્ટન્ટ ચૂંટણી કમિશનર આશિકભાઈ મહંમદભાઈ લોલાડીયા હતા આ ચૂંટણીમાં પ્રમુખ પદ માટે બે ઉમેદવાર હતા.જેમા હાજી રહીમભાઈ ઘોણીયા – ટીકર અને ઇલિયાસભાઈ કોરડીયા ગાંધીધામ હતા જેમાં પ્રમુખ પદના ઉમેદવાર ઇલ્યાસભાઈએ પોતાની ઉમેદવારી પાછી ખેંચતા હાજી રહીમભાઈ ઘોણીયા- ટીકર બિનહરી પ્રમુખ જાહેર કરવામાં આવ્યા.

- text

જ્યારે ઉપપ્રમુખ પદની ચૂંટણી ખૂબ જ રસાકસી ભરી રહી હતી.જેમાં રફિકભાઈ કલાડિયાને કુલ 105 મત અને મનસુરભાઈ લોલાડીયાને કુલ 92 મત મળ્યા હતા.આમ રફિકભાઈ કલાડિયા ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા હતા નવા નિમાયેલા પ્રમુખ ઉપપ્રમુખનું સન્માન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે 52 ગામ ઘાંચી જમાત સમાજ પોતાના હુડાના તમામ ગામના સભ્યોની શિક્ષણ સહાય, મેડિકલ સહાય અને વિધવા પેન્શન પેટે વાર્ષિક લાખો રૂપિયા જકાત ડોનેશન ઉઘરાવી પૂરા પાડે છે સમુહ શાદીનું પણ આયોજન કરે કરવામાં આવે છે.

- text