હાલાકી : અમદાવાદ – ભુજ ઇન્ટરસિટી બંધ કરાતા મુસાફરો પરેશાન

- text


હળવદ રેલવે સ્ટેશન પર દરરોજ સવારે અને સાંજે સ્ટોપેજ હતું

હળવદ : હળવદથી અમદાવાદ જવા રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો માટે માઠા સમાચાર સામે આવ્યા છે.એકાદ વર્ષ પહેલા ભુજથી અમદાવાદ (સાબરમતી) ઇન્ટરસિટી ટ્રેન નંબર 09455&09456 શરૂ કરવામાં આવી હતી.જે ટ્રેનને ગઈકાલે એટલે કે તારીખ 19 જાન્યુઆરીના રોજ બંધ કરી દેવામાં આવી છે.જેના કારણે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને વધુ સમસ્યાનો સામનો કરવો પડશે.

એકાદ વર્ષ પહેલા અમદાવાદ સાબરમતીથી ભુજ ઇન્ટરસિટી લોકલ ટ્રેન ચાલુ કરવામાં આવી હતી જે ભુજથી સાબરમતી એટલે કે અમદાવાદ સુધી જતી હતી અને મોટાભાગના રેલ્વે સ્ટેશન ઉપર સ્ટોપેજ હોય જેથી મુસાફરોને કચ્છ કે પછી અમદાવાદ જવું હોય તો સરળતા રહેતી હતી.આ ટ્રેન ભુજ થી ઉપડ્યા બાદ દરરોજ સવારે 10:20નું સ્ટોપેજ હળવદ રેલવે સ્ટેશન પર હતું.જ્યારે સાબરમતીથી 5: 40એ ટ્રેન ઉપડતી હોય જેથી સાંજનું સ્ટોપેજ હળવદમાં 7: 45 એ હોય જેના કારણે મુસાફરોને પણ સરળતા રહેતી હતી.

- text

જો કે એકાએક તારીખ 19/02/2024ના રોજ આ ઇન્ટરસીટી ટ્રેન બંધ કરી દેવામાં આવતા આવતા દિવસોમાં ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડશે તે હકીકત છે.જેથી લોકો માંગ કરી રહ્યા છે કે ભુજથી અમદાવાદ રૂટ પર એકમાત્ર લોકલ ટ્રેન સત્વરે શરૂ કરવા માંગ કરવામાં આવી છે.

- text