ગોઠણ અને થાપાના નિષ્ણાંત સર્જન રવિવારે મોરબીમાં : ફ્રી નિદાન કેમ્પ

લાયન્સ કલબ ઓફ મોરબી નઝરબાગ તથા સેવિયર ગ્રુપ ઓફ હોસ્પિટલના સંયુકત ઉપક્રમે સેવાકીય આયોજન : કેમ્પનો લાભ લેવા સર્વે શહેરીજનોને અપીલ 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : લાયન્સ કલબ ઓફ મોરબી નઝરબાગ તથા સેવિયર ગ્રુપ ઓફ હોસ્પિટલના સંયુકત ઉપક્રમે સંસ્કાર ઈમેજિંગ સેન્ટર ખાતે તા. 25 ફેબ્રુઆરીને રવિવારના રોજ ગોઠણ અને થાપાના નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રો.ડો. એચ. પી. ભાલોડિયા જેઓ ભારતના સુપ્રસિધ્ધ-જોઇન્ટ રીપ્લેસમેન્ટ સર્જન છે. તેઓની ટીમ તથા સિનિયર ડો. પ્રિયંક કાલરીયા આ કેમ્પમાં સેવા આપવાના છે. કેમ્પમાં અગાઉના એક્સ-રે તથા રીપોર્ટ સાથે લઈને આવવું ફરજીયાત છે. ન હોય તો ગોઠણનો એક્સ-રે ઉભા રહી નવો પડાવી લઈ આવવાનો રહેશે ગોઠણને લગતી કોઈ પણ તકલીફ હોય, ગોઠણના ઓપરેશનની સલાહ મળેલ હોય તથા પગ ગોઠણથી વાંકા વળી ગયેલા હોય તેઓ પણ આ કેમ્પનો લાભ લઇ શકે છે. વધુમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના ઉપલબ્ધ ગોઠણ તથા થાપા બદલવાના ઓપરેશન ફ્રી માં થશે.

કેમ્પને સફળ બનાવવા લાયન્સ કલબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડન્ટ લા. પિયુષ સાણજા, સેક્રેટરી લા. વિપુલ આદ્રોજા, ટ્રેઝરર લા. દિપક મારવણિયા, લા. જયેશ દેસાઇ, લા. તુષાર દફતરી અને લા. સચિન કોટેચા જહેમત ઉઠાવી રહ્યા છે.

કેમ્પ તા.25 ફેબ્રુઆરી

સમય : સવારે 10 થી 12

સ્થળ : સંસ્કાર ઈમેજિંગ સેન્ટર, જીઆઈડીસી, શનાળા રોડ,

નવા બસ સ્ટેશન પાસે, મોરબી

રજીસ્ટ્રેશન માટે

ચેતન્યભાઈ પંડયા

મો.નં.9978985777

લાયન્સ હેલ્પલાઇ

મો.નં.8348212345