મોરબીના નાની વાવડી ખાતે સમૂહ લગ્નોત્સવમાં 170 બોટલ રક્ત એકત્ર થયું

- text


મોરબી : આજ રોજ તારીખ 14 ફેબ્રુઆરીના દિવસે મોરબીના નાની વાવડી ખાતે ઉમિયા પરિવાર દ્વારા જાજરમાન સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. આ સમૂહ લગ્નોત્સવ પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું હતું જેમાં 170 બોટલ રક્ત એકત્ર થયું હતું.

- text

ઉમિયા પરિવાર આયોજિત સમૂહ લગ્નોત્સવમાં યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં કૂલ 170 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. રક્તદાતાઓ તરફથી સારો સહયોગ મળ્યો હતો. અને સવારથી જ રક્તદાતાઓએ રક્તદાન કરવા માટે રસ દાખવ્યો હતો. આ બ્લડ ડોનેશન કેમ્પમાં સિવિલ બ્લડ બેંક અને સંસ્કાર બ્લડ બેંકનો સહયોગ મળ્યો હતો.

- text