માળીયાના ખાખરેચી ગામે વરલીનો જુગાર રમાડતો એક પકડાયો

- text


મોરબી : મોરબી એલસીબી પોલીસ ટીમે માળીયા તાલુકાના ખાખરેચી ગામે દરોડો પાડી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા આરોપી ભરત જગજીવનભાઈ કૈલા નામના શખ્સને રોકડા રૂપિયા 6750 સાથે દબોચી લીધો હતો. વધુમાં પોલીસના હાથે પકડાયેલા ભરતે વરલીના ધંધામાં આરોપી પ્રવીણ ઉર્ફે પલો કોળી રહે.હળવદ વાળાની સંડોવણી હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text