હળવદ પંચમુખી ઢોરા નજીક બે વરલીભક્ત ઝડપાયા

- text


હળવદ : હળવદ શહેરના પંચમુખી ઢોરા નજીકથી એલસીબી ટીમે આરોપી વિનોદ બુધીલાલ સોલંકી અને સંજય રૂપાભાઈ સીતાપરા નામના શખ્સને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 13,800 તેમજ એક મોબાઈલ કિંમત રૂપિયા 5000 મળી કુલ 18,800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વધુમાં આરોપીઓના જુગારના ધંધામાં રવિ ભૂરાભાઈ રબારીની સંડોવણી કબુલતા પોલીસે રવિ રબારીને ફરાર દર્શાવી ત્રણેય વિરુદ્ધ જુગારધારા મુજબ હળવદ પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text