મોરબીના વાવડી રોડ ઉપર ઇકો અને સ્વીફ્ટ કારમાં દારૂની હેરફેર કરતા ત્રણ પકડાયા

- text


મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ત્રાટકતા આરોપીઓમાં નાસભાગ, બે નાસી ગયા

મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર સુમતીનાથ સોસાયટી નજીક વિદેશી દારૂનું કટીંગ ચાલુ હોવાની બાતમીને આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા બુટલેગરોમાં નાસભાગ મચી ગઇ હતી. જો કે, પોલીસે ઇકો અને સ્વીફ્ટ કારમાં દારૂની હેરફેર મામલે રાજકોટના ત્રણ શખ્સને દબોચી લીધા હતા જ્યારે મોરબી અને વીંછીયાના બે શખ્સ નાસી ગયા હતા.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમને મોરબીના વાવડી રોડ ઉપર સુમતીનાથ સોસાયટી નજીક ઇકો અને સ્વીફટ કારમાં વિદેશી દારૂનું કટિંગ ચાલુ હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડતા ઇકો અને સ્વીફ્ટ બન્ને કારમાંથી રૂપિયા 26,120ની કિંમતનો 65 બોટલ વિદેશી દારૂની જથ્થો મળી આવતા આરોપી ધર્મેશ મનસુખભાઇ મહેતા, જીત રોહિતભાઈ અગ્રાવત અને પાર્થ અશોકભાઈ પરમાર રહે.ત્રણેય રાજકોટ વાળાને પકડી પાડ્યા હતા.

- text

જો કે, દરોડા દરમિયાન મોરબીનો કિશન ઉર્ફે કાનો પાટડીયા નાસી ગયો હતો અને વીંછીયાના લાલાભાઈ નામના શખ્સનું વિદેશી દારૂ પ્રકરણમાં નામ ખુલતા પોલીસે ઇકો અને સ્વીફ્ટ કાર સહિત કુલ રૂપિયા 3,26,120નો મુદ્દામાલ કબ્જે કરી પાંચેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

- text