ટંકારામાં 11મીથી બે દિવસ ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ 

- text


રાષ્ટ્રપતિના કાર્યક્રમને લઈને લતીપર ચોકડીથી ૨ કિલોમીટરની ત્રિજ્યાનો વિસ્તાર નો ડ્રોન ઝોન જાહેર

મોરબી : મોરબી જિલ્લામાં ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ આગામી ૧૨/૦૨/૨૦૨૪ ના રોજ ટંકારા ખાતે મુલાકાતે પધારનાર છે. મહાનુભાવ ‘બ્લુ બુક’ મુજબની સુરક્ષા કવચ ધરાવે છે. જેથી તેઓની સલામતી અર્થે તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે લતીપર ચોકડી થી ૨ કિલોમીટરની ત્રિજ્યા વિસ્તારના સેન્સેટીવ એરિયામાં ડ્રોન તથા અન્ય યુ.એ.વી. ન ઉડાડવા બાબતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

- text

જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ તેમને મળેલ સત્તાની રૂએ લતીપર ચોકડીથી ૨ કિલોમીટરની ત્રિજ્યા વિસ્તારના સેન્સેટીવ એરિયામાં ડ્રોન તથા અન્ય યુ.એ.વી. સક્ષમ અધિકારીની પરવાનગી વગર ડ્રોન ન ઉડાડવા મનાઈ ફરમાવેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું તા. ૧૧/૦૨/૨૦૨૪ થી તા. ૧૨/૦૨/૨૦૨૪ સુધી અમલમાં રહેશે.

- text