માળીયાના માતમ ચોકમાંથી વર્લીભક્ત ઝડપાયો 

- text


મોરબી : માળીયા શહેરના માતમ ચોકમાંથી માળીયા પોલીસે જાહેરમાં વરલીમટકાના આંકડાનો જુગાર રમાડી રહેલા આરોપી શીવાભાઇ સુરેશભાઇ પરસોડા, રહે- માળીયા, જુના રેલ્વે સ્ટેશન પાસે વાડા વિસ્તાર વાળાને રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 660 તેમજ વરલીમટકાનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.

- text