મોરબીના નવાગામ રોડ ઉપરથી મોપેડમાં દેશી દારૂની હેરફેર કરતા બે ઝડપાયા 

- text


મોરબી : મોરબી તાલુકાના નવાગામ રોડ ઉપરથી તાલુકા પોલીસ ટીમે આરોપી જીગ્નેશભાઇ ગોવિંદભાઇ સોલંકી, રહે. લીલાપર રોડ, કાળી પાટના નાલા પાસે આવેલ રામદેવ પીરના મંદિરની બાજુમાં તા.જી.મોરબી મુળ રહે. વવાણીયા ગામ તા.માળીયા અને સંજયભાઇ નાગજીભાઇ દેગામા,રહે. લીલાપર રોડ કાળી પાટના નાલે રામદેવ પીરના મંદિરની પાસે તા.જી.મોરબી વાળાને મોપેડ ઉપર દેશી દારૂની હેરફેર કરતા પકડી પાડી રૂ.360ની કિંમતનો દેશી દારૂ તેમજ રૂ.10 હજારનું મોપેડ કબ્જે કરી બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text