મોરબી શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના હોદ્દેદારોની નિયુક્તિ કરાઈ

- text


મોરબી : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી વિનોદભાઈ ચાવડા, મોરબી જિલ્લા સંગઠન પ્રભારી ડો. હિતેષભાઈ ચૌધરી, જિલ્લા પ્રમુખ રણછોડભાઈ દલવાડી, ઝોન મહામંત્રી કે.એસ. અમૃતિયા તેમજ મંડળ પ્રભારી પ્રજ્ઞેશભાઈ પટેલ સાથે વિચાર-વિમર્શ અને પરામર્શ કરીને મોરબી શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ સહિતના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે.

- text

મોરબી શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે પ્રવીણભાઈ કાળાભાઈ સોલંકી, મહામંત્રી તરીકે સુભાષભાઈ પુરબીયા, ઉપપ્રમુખ તરીકે નટવરભાઈ બી. ચૌહાણ અને મનોજભાઈ સોલંકીની નિમણૂક કરાઈ છે. જ્યારે મંત્રી તરીકે નિખિલભાઈ કિશોરભાઈ જોગલ, નીતિનભાઈ મહેશભાઈ ચૌહાણ, પરસોત્તમભાઈ ટપુભાઈ પરમાર અને કિશોરભાઈ રમેશભાઈ ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે કૌષાધ્યક્ષ તરીકે મૌલિકભાઈ સી. નગવાડીયાની નિમણૂક કરાઈ છે.

- text