નવયુગ કોલેજના છાત્રોએ બજેટનું લાઈવ પ્રસારણ નિહાળી પ્રેકટીકલ જ્ઞાન મેળવ્યું

- text


મોરબી : દર વર્ષે 1 ફેબ્રુઆરીએ કેન્દ્ર દ્વારા બજેટ રજૂ કરવામાં આવે છે. આ ચૂંટણીનું વર્ષ હોવાથી આ માત્ર ‘વોટ ઓન એકાઉન્ટ’ બજેટ હતું. કોમર્સ તેમજ મેનેજમેન્ટ કોલેજના વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસમાં સમાવિષ્ટ બજેટ અંગેના મુદ્દાઓ સમજી શકે તે માટે નવયુગ કોલેજ દ્વારા લાઈવ પ્રસારણની ગોઠવણી કરેલ હતી. જેનો વિદ્યાર્થીઓએ લાભ લીધેલ હતો. તેમજ વિદ્યાર્થીઓ સમક્ષ બજેટ વિશે અવનવી બાબતોની ચર્ચાઓ કરવામાં આવેલ. જેમાં ટેક્સને લગતી બાબતો, રૂપિયો ક્યાંથી આવશે ? ક્યાં ખર્ચ થશે, ભવિષ્યની યોજનાઓ, કઇ વસ્તુ મોંઘી અને સસ્તી થશે વગેરે વિશે ગ્રુપ ચર્ચાઓ થયેલ.

- text

ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીયશ્રી નરેન્દ્રભાઇ મોદી સરકારના બીજા કાર્યકાળના છેલ્લા બજેટ વિશે વિદ્યાર્થીઓ એ રસપ્રદ માહિતી મેળવી , નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

- text