મોરબી જીલ્લા ભાજપ યુવા મોરચા ઈન્ચાર્જ તેમજ સહ-ઈન્ચાર્જની વરણી કરાઈ

- text


મોરબી : મોરબી જીલ્લાના ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવા મોરચા વિધાનસભા ઈન્ચાર્જ તેમજ સહ-ઈન્ચાર્જની વરણી કરવામાં આવી હતી. જેમાં મોરબી-માળિયા વિધાનસભાના ઈન્ચાર્જ તરીકે જયપાલસિંહ રાઠોડ અને સહ-ઈન્ચાર્જ તરીકે પિયુષભાઇ સાણજા, ટંકારા -પડધરી વિધાનસભાના ઈન્ચાર્જ તરીકે રાજભાઈ ગોધવિયા, સહ-ઈન્ચાર્જ તરીકે હિમાંશુભાઇ ડોબરીયા, વાંકાનેર વિધાનસભાના ઈન્ચાર્જ તરીકે ઓમભાઈ કોઠીયા અને સહ-ઈન્ચાર્જ તરીકે નિકુંજભાઈ વિડજા, હળવદ વિધાનસભાના ઈન્ચાર્જ તરીકે સતિષભાઇ ઘોડાસરા અને સહ-ઈન્ચાર્જ તરીકે પુષ્પરાજસિંહ જાડેજાને જવાબદારી સોંપવામાં આવી છે. આ તમામ કાર્યકરોને વિધાનસભાના ઈન્ચાર્જ અને સહ-ઈન્ચાર્જ તરીકેની વરણી પામતા જીલ્લા યુવા મોરચા પ્રમુખ સાગરભાઈ સદાતીયા દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

- text