એક કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો નાશ કરતી માળીયા પોલીસ

- text


મોરબી : માળીયા મિયાણા પોલીસ મથકમાં પ્રોહીબિશનના ગુનામાં પકડાયેલ વિદેશી દારૂના એક કરોડથી વધુ કિંમતના જથ્થાનો આજે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમા નાશ કરવામાં આવ્યો હતો.

માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022 – 2023ના વર્ષમાં અલગ અલગ કુલ 27 પ્રોહીબીશન ગુનામાં પકડાયેલ પરપ્રાંતીય વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ 59937 કિંમત રૂપિયા 1,05,96,394 નો મુદામાલ નામદાર મેજિસ્ટ્રેટની કોર્ટના હુકમ મુજબ માળીયાના જખરીયા પીર જવાના રસ્તે આવેલ પડતર ખરાબા વાળી જમીન એટલે કે, જખરીયા પાટી વાંઢ પાસે આજરોજ હળવદ સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ સંદિપકુમાર વર્મા તથા નાયબ પોલીસ અધિક્ષક કે.એ.વાળા મોરબી વિભાગ મોરબી તથા સર્કલ પોલીસ ઇન્સપેક્ટર એન.એ.વસાવા મોરબી અને સુપ્રીટેન્ડેન્ટ નશાબંધી અને આબકારી અધીકારી એચ.જે.ગોહીલ રાજકોટની હાજરીમાં નાશ કરવામાં આવેલ હતો.

- text

- text