વાંકાનેરના ગાંગીયાવાદર ગામે દારૂની 2 બાટલી સાથે બે ઝડપાયા, 1 ફરાર

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે વાંકાનેર તાલુકાના ગાંગિયાવદર ગામની વગડીયા વાળી સીમાના કાચા રસ્તા પાસેથી આરોપી મનસુખભાઇ ઉર્ફે ભગત ધરમશીભાઈ ધોરીયા અને રસિકભાઈ ધીરુભાઇ ધરજીયાને વિદેશી દારૂની 2 બોટલ સાથે ઝડપી લઈ પ્રાથમિક પૂછપરછ કરતા આરોપી ચેતનભાઈ પ્રેમજીભાઈ કણોતરા આ વિદેશી દારૂની બોટલ આપી ગયેલ હોવાનું કબૂલતા પોલીસે વિદેશી દારૂની 2 બોટલ કિંમત રૂપિયા 750 કબ્જે કરી ત્રણેય આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text