મોરબીના માણેકવાડા શાળાના બાળકોને સ્કૂલબેગની ભેટ અપાઈ

- text


મોરબી : મોરબીના માણેકવાડા ગામની શાળામાં 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત ગાયત્રીબેન દેત્રોજાના હસ્તે ધ્વજવંદન કરી શાળાના બાળકોને સ્કૂલબેગ ભેટ આપવામાં આવી હતી.

- text

મૂળ માણેકવાડા ગામના વતની અને હાલ મોરબી રહેતા સેટેલાઈટ ઈન્ડસ્ટ્રીઝ વાળા હિરેનભાઇ દેત્રોજા અને કૌશિકભાઇ માકાસણા દ્વારા માણેકવાડા પ્રાથમિક શાળા ખાતે પ્રજાસતાક પર્વની ઉજવણી પ્રસંગે શાળાના બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, છેલ્લા 15 વર્ષથી દાતાઓ દ્વારા દર વર્ષે બાળકોને ભેટ સોગાદ દ્વારા પ્રોત્સાહીત કરતા રતિભાઈ દેત્રોજા તરફથી ધો.1 થી 8ના તેજસ્વી તારલાઓને શિલ્ડ, હાજરીમાં પ્રથમ ક્રમાંકને શૈક્ષણિક કીટ તેમજ શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે શાળા પરિવાર દ્વારા બન્ને દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text