હળવદની મોરબી ચોકડી નજીક ટ્રકે બાઇકને અડફેટે લેતા ગંભીર અ કસ્માત સર્જાયો

- text


અકસ્માતમાં એકનું મોત એક ઈજાગ્રસ્ત : લોકોએ ટ્રક ચાલકને ઝડપી પાડ્યો

હળવદ : આજે રાત્રિના સાડા નવ વાગ્યાની આસપાસ હળવદ હાઇવે પર આવેલ મોરબી ચોકડી પાસે ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈકમાં સવાર બે યુવાનોને ગંભી જાઓ પહોંચી હતી જેમાંથી એક યુવાનનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું છે‌.જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઈજા પહોંચતા વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ અકસ્માત સર્જી નાસવા જતા ટ્રક ચાલકને ચોકડી પર રહેલ લોકોએ ઝડપી લય પોલીસની હવાલે કર્યો હતો.

બનાવી જાણવા મળતી વિગતો મુજબ આજે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ હળવદની મોરબી ચોકડી પાસે બાઈક પર જઈ રહેલા બે યુવાનોને માળીયા તરફથી આવી રહેલ ટ્રક ચાલકે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અને ટ્રક ચાલકે બાઈકને 300 ફૂટ જેટલું ઢસેડયું હતું. જેથી બાઇકમાં સવાર ક્રિસભાઈ સુરેશભાઈ ચૌહાણ રહે હળવદ અને નિરવભાઈ હિતેશભાઈ લુહાર રહે.રતનપર હાલ હળવદને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી બંનેને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા જોકે સારવાર મળે તે પહેલા જ નિરવભાઈનું મોત નિપજ્યું હતું.

- text

બીજી તરફ અકસ્માત સર્જી ટ્રક ચાલક ભાગવાનો પ્રયત્ન કર્યો હતો જોકે ચોકડી પર હાજર યુવાનોએ ટ્રક ચાલકને ઝડપી લઇ પોલીસના હવાલે કર્યો હતો.

- text