મોરબીના હજનાળી ગામે શાળાના 150 બાળકોને સ્વેટરનું વિતરણ કર્યુ

- text


મોરબી : મોરબીના હજનાળી ગામના યુવા અગ્રણી નયનભાઈ રવજીભાઈ ગામી દ્વારા હજનાળી પ્રાથમીક શાળામાં અભ્યાસ કરતા બાળકોને ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

શિયાળાની ઋતુ ચાલી રહી છે અને ઠંડીનું પ્રમાણ પણ વધી રહ્યું છે ત્યારે વહેલી સવારે શાળાએ જતાં બાળકોને ઠંડી સામે રક્ષણ મળી રહે તેવા ઉમદા આશયથી હજનાળી ગામના અગ્રણી રવજીભાઈ ગામીના પુત્ર નયનભાઈ ગામી દ્વારા હજનાળી પ્રાથમીક શાળાના તમામ 150 બાળકોને ઉત્તમ કક્ષાના સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉમદા કાર્ય કરી બાળપ્રેમી ભામાશાએ સમાજને એક પ્રેરણાદાયી સંદેશો પૂરો પાડ્યો છે. આ તકે હજનાળી શાળા પરિવાર દ્વારા નયનભાઈ રવજીભાઈ ગામી તેમજ તેમના પુરા પરિવારને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text

- text