મીઠું ભરી આડેધડ દોડતા ટ્રક ચાલકો સામે બગસરાના ગામ લોકોનો જંગ, કાલે તા. 29મીથી રસ્તારોકો

- text


ગામ વચ્ચેથી પસાર થતાં મીઠાના ટ્રકો ગ્રામજનો માટે જોખમી બન્યા : ટ્રકો રોકીને વિરોધ નોંધાવવામાં આવશે

મોરબી : માળીયા તાલુકાના બગસરા ગામમાંથી પસાર થતા મીઠું ભરેલા ટ્રક ગ્રામજનો માટે જોખમી બનતા સ્થાનિકો દ્વારા આવતીકાલે તારીખ 29 ડિસેમ્બરને શુક્રવારના રોજ ગામમાંથી પસાર થતાં મીઠાના ટ્રકોને રોકીને રસ્તારોક આંદોલન કરી વિરોધ કરાશે.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા તાલુકાના બગસરા ગામમાં ગામની વચ્ચેથી મીઠાના ટ્રક ચાલકો અને મીઠાના ઉદ્યોગપતિ દ્વારા મીઠાનું ઉત્પાદન કરી અંગત સ્વાર્થ માટે ખેડવા લાયક જમીન, મકાન, વૃક્ષો અને પ્રાથમિક શાળાને પણ નુકસાન કરવામાં આવી રહ્યું છે.

વધુમાં અહીંની શાળામાં અભ્યાસ કરતા 200થી વધારે વિદ્યાર્થીઓ માટે પણ મીઠાના ટ્રક જીવને પણ જોખમ ઊભું કરી રહ્યા છે. આ અંગે અગાઉ અનેક વખત ગ્રામ પંચાયત તથા ગામના રહીશો અને ખેડૂતોએ ઓવરલોડ મીઠાના ટ્રકો અંગે રજૂઆત કરી છે. પરંતુ આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.

- text

આ સંજોગોમાં આવતીકાલે તારીખ 29 ડિસેમ્બર ને શુક્રવારે સવારે 9 વાગ્યે રસ્તારોક આંદોલન કરવામાં આવશે અને ગામ વચ્ચેથી નીકળતા મીઠાના ટ્રકોને રોકવામાં આવનાર હોવાનું પૂર્વ સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું છે.

- text